30/07/2012




વિવિધ વિષયોના માસવાર આયોજન

      ધોરણ- ૧ થી ૮ નું આયોજન ડાઉનલોડ કરવા માટેની લીંક
      આ લીંક સી.આર.સી. નં-૪ આર.એમ.સી. રાજકોટ ના બ્લોગની છે.
1. ધોરણ 1 સંગીત
2. ધોરણ 2 સંગીત
3. ધોરણ 3 સંગીત
4. ધોરણ 4 સંગીત
5. ધોરણ 5 સંગીત
6. ધોરણ 6 સંગીત
7. ધોરણ 7 સંગીત
8. ધોરણ 8 સંગીત
9. ધોરણ 1 અને 2 ચિત્ર
10. ધોરણ 3 અને 4 ચિત્ર
11. ધોરણ 5 અને 6 ચિત્ર
12. ધોરણ 7 અને 8 ચિત્ર
13. ધોરણ 1 અને 2 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
14. ધોરણ 3, 4 અને 5 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
15. ધોરણ 6, 7 અને 8 શારીરિક સ્વાસ્થ્ય અને રમત
16. ધોરણ 3 મારી આસપાસ
17. ધોરણ 4 અમારી આસપાસ
18. ધોરણ 5 સૌની આસપાસ
19. ધોરણ 5 અને 6 હિન્દી
20. ધોરણ 7 અને 8 હિન્દી
21. ધોરણ 6, 7 અને 8 ગુજરાતી
22. ધોરણ 6, 7 અને 8 અંગ્રેજી
23. ધોરણ 6, 7 અને 8 ગણિત
24. ધોરણ 6, 7 અને 8 વિજ્ઞાન
25. ધોરણ 6, 7 અને 8 સંસ્કૃત
26. ધોરણ 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન

11/07/2012

 ધોરણ ૬ ના વિજ્ઞાન અને ટેક. ના પ્રકરણ ૧ ચુંબક
ચુંબક (ધોરણ્ ૬) ક્વિઝ.
ધોરણ ૭ વિજ્ઞાન અને ટેક. પ્રકરણ ૪ ક્વિઝ


 ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ ૧ : ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ની ક્વિઝ મૂકેલી છે. નીચેની લિંક પર કલિક કરો
સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧ ક્વિઝ



01/07/2012


ત્રિરંગો ફરક્યો..ફરક્યો….કાવ્ય

ત્રિરંગો ફરક્યો…ફરક્યો….કાવ્ય
=================================================
આપણારાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની અનમોલ રચના 
                              “ચારણ કન્યા”
અને આદરણીય વડીલ શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
દ્વારા રચાયેલ “મેઘા” પરથી પ્રેરણા લઈને આપણા આન બાન
ને શાન સમા ગૌરવ પૂર્ણ પ્રતિક  સમા રાષ્ટ્ર ધ્વજ માટે …….. 
================================================
              ચિત્ર માટે ગુગલનો આભાર.
-=====================================================
હરખતા હિન્દુસ્તાનના હૈયે ફરક્યો 
પરાધીનતા કેરી  પાંખે જ   ફરક્યો  
આઝાદીની સોનેરી ઉષાએ ફરક્યો
અડધી રાતે લાલ કિલ્લે જ ફરક્યો

આન બાન શાનથી હરદમ ફરક્યો
જન જન માનવ કેરા  હૈયે ફરક્યો
ઉંચા આભમાં પણ  ગર્વથી ફરક્યો
ઘૂઘવતા સાગરમાં હિલોળે ફરક્યો

હિમાલયના એવરેસ્ટ શિખરે ફરક્યો
ચંદ્ર કેરી શીતલ ચાંદનીમાં ફરક્યો
કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફરક્યો
ગોવાથી ગૌહાટી સુધી હરદમ ફરક્યો

આઝાદીના દીવાનાના દિલમાં ફરક્યો
શહીદો કેરી શહાદતના માનમાં ફરક્યો

હવાઈ દળના વિમાન પાંખે ફરક્યો 
નૌકાદળ કેરા વહાણે પણ ફરક્યો
લશ્કરી દળના મથકે પણ ફરક્યો
હર જવાનના કાંધે મલકીને ફરક્યો

વાઘા બોર્ડરની સરહદે શાનથી ફરક્યો
કાશ્મીર કેરી વાદીઓમાં  પણ ફરક્યો
કચ્છ ને રાજસ્થાનની સરહદે ફરક્યો
બાસઠના યુધ્ધે ચીન સરહદે ફરક્યો
પાંસઠ ઈકોતેર ને કારગીલ યુધ્ધે ફરક્યો

અબાલ વૃદ્ધની આશા અરમાને ફરક્યો
સંસદ કેરા ભવને હરદમ ફરક્યો
રાષ્ટ્રપતિ ભવને દિનરાત ફરક્યો
રાજ્યોની રાજધાનીએ  જ ફરક્યો
વિધાનસભા કેરા ભવને પણ ફરક્યો
હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના શિખરે ફરક્યો
માનવંતા ન્યાયાધીશના મેજ પર ફરક્યો

શાળા મહાશાળા ને વિદ્યાલયે ફરક્યો
બાળકોને શિક્ષકોના હાથે પણ ફરક્યો
વડીલો ને  સરપંચ કેરા હાથે ફરક્યો
સ્વાતંત્ર્ય સેનાની કેરા  હરખે ફરક્યો  

ઝાડે ઝાડે  ડાળે ને પાને પાને ફરક્યો
મહેલાતો ને ઝુંપડી દ્વારે પણ ફરક્યો
નગર નગર ને જંગલ જંગલ ફરક્યો
ગામે ગામ ને હર શેરીએ જ ફરક્યો

સાત સમન્દર પાર કરીને પણ  ફરક્યો
દેશ વિદેશમાં રાજદૂત મહાલયે ફરક્યો
પરદેશી મહેમાનોના સ્વાગતે જ ફરક્યો
મંત્રણા કેરા ટેબલ પર પણ ફરક્યો

સહિયારા નિવેદનના ટાણે  ફરક્યો
કોલ કરારના સુંદર અભિગમે ફરક્યો
પોસ્ટ ખાતાની ટપાલ ટિકિટે ફરક્યો
રાષ્ટ્ર સંઘના મુખ્યાલયે  શાનથી ફરક્યો   

સજ્જન કેરા સહારે પણ  હું ફરક્યો
દુર્જનો કેરા  દ્વારે પણ હું ફરક્યો

રમતના મેદાનોમાં સતત ફરક્યો
ક્રિકેટ ને હોકીની રમતોમાં ફરક્યો
ઓલમ્પિક ને રાષ્ટ્ર ખેલમાં ફરક્યો
સચિન કેરા શતકોએ પણ ફરક્યો
ચોગ્ગા ને  છક્કાના રણકારે ફરક્યો
કપિલ કેરી કમાલે ત્યાસીમાં ફરક્યો
ઘોનીના ધમકારે વર્લ્ડ કપમાં ફરક્યો

કલામ,ભાભા, સારાભાઇ શોધમાં ફરક્યો
નફફટ નેતાઓના હાથે  પણ ફરક્યો
ભ્રષ્ટાચારી અમલદારોના હાથે ફરક્યો
આઝાદ દિને  લશ્કરની પરેડમાં ફરક્યો  
પ્રજાસત્તાક દિને લશ્કર પરેડે ફરક્યો

હર હિંદુસ્તાનીના તન મન ઘરમાં ફરક્યો
દુશ્મનોના છક્કા છોડાવી વટથી ફરક્યો

કવિ લેખકો સાહિત્યકારોની કલમે ફરક્યો
ફરકવાનું મારું અહોભાગ્ય કે હરદમ ફરક્યો
  પણ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!????